ધનતેરસના દિવસે થાય છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની પૂજા, આ સ્તોત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા


  • Published By :
  • Published Date : 2024-10-29 18:18:20

દિવાળીના દિવસો દરમિયાન ત્રણ મહા શક્તિઓની આરાધના થતી હોય છે... મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી.. મહાલક્ષ્મીની ઉપાસના કરવાનો પર્વ એટલે ધનતેરસ.. ધનતેરસના દિવસે લોકો પોતાના ધનની પૂજા કરતા હોય છે... તે સિવાય ઘરમાં રહેલા સોનાની, દાગીનાની પૂજા કરવામાં આવે છે.. અનેક લોકો ધનને ધોવે છે... ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી.     

Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ  સૌથી પ્રિય પ્રસાદ ! - Gujarati News | In order to get the immense grace of  mother Lakshmi, offer this


લક્ષ્મીજીની સાથે આયુર્વેદના દેવ ધનવંતરીની પણ થાય છે પૂજા 

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા...  અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી.. આજના દિવસે ના માત્ર માતા લક્ષ્મીની પરંતુ ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે.. આયુર્વેદના દેવ ભગવાન ધનવંતરી પણ ઘટ સાથે ઉદભવ્યા હતા... 

Dhanvantari Mantra – Wiral Feed


ધનતેરસના દિવસે થાય છે ધનની પૂજા

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કેમ પૂજા કરવામાં આવે છે તેની વાત કરીએ તો માતા લક્ષ્મી ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સારા ધનની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિ વધે છે.. ધનતેરસના દિવસે કયા મંત્રથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.. આ દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.. તે સિવાય લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ ... તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્... માતા લક્ષ્મીની કૃપા આપ પર આપના પરિવાર પર સદૈવ રહે તેવી પ્રાર્થના.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .