ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને બંધ કરવાનો આદેશ, શા માટે તેને કહેવાય છે ગોલ્ડન બ્રિજ? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-13 20:29:25

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નર્મદા નદી પર બાંધવામાં આવેલો 143 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ પર જવા પ્રતિબંધ લગાવી દીધો છે. લોકો હવે આ બ્રિજનો ઉપયોગ અવરજવર માટે નહીં કરી શકે. લોકોને નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.  દેશના સૌથી જોખમી 7 બ્રિજમાં ગોલ્ડન બ્રિજને સમાવેશ કરાયા બાદ ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગ રૂપે બ્રિજને વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજનો થશે ઉપયોગ


ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને લઈને કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામામાં કહેવાયું છે કે આ બ્રિજની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. બ્રિજને સમાંતર નવા ફોર લેન નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી આપવામાં આવતા તેને 2021થી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. વર્ષ 2015-16 માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા થતા 12 જુલાઈ 2021 થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થતા હતા.


શું છે બ્રિજનો ઈતિહાસ?


બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા, પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું. તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા. આ વિષય પર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સર હોકશૉ જોકે નાસીપાસ થયા નહોતા અને એમણે 1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ તેમણે પૂરો કરાવ્યો હતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો અને એ માટે 45.65 લાખનો ખર્ચ થયો હતો. ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો. આમ  તો આ પૂલનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો. તે સમયે લોકો એવું કહેતા હતા કે ‘ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે