આવતીકાલે ગોંડલ બંધનું એલાન, રાદડિયાનું સમર્થન!


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:50:32

રાજ્યમાં સતત વધતી ગુનાખોરીની ઘટનાઓ સવાલ પુછે છે શાંતિ , સલામતી અને સુરક્ષા ક્યાં છે. પણ સતત ઉઠતા સવાલોની વચ્ચે આવી ઘટનાઓનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વાત ગોંડલની કરીએ જ્યાં કોલેજ ચોકમાં હનુમાન મંદિર પાસે એક સગીરને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. મારતી વખતે એ એવું કહી રહ્યાં હતા સગીરના પિતાને કે મારા દિકરાને એક મહિનાથી હેરાન કરે છે એટલે માર માર્યો, અત્યારે તો બચી ગયો પણ હવે સામે આવશે તો જાનથી મારી નાંખીશું. જે સગીરને માર મારવામાં આવ્યો એ પાટીદાર સમાજમાંથી આવતો હતો. સગીરના માતા-પિતાને પણ માર્યું હતું. બીજા દિવસે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું અને સમાજ આખો ભેગો થઈ ગયો. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પાટીદાર સમાજે આવતીકાલે એટલે કે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલમાં સંગ્રામસિંહ હાઈસ્કુલના મેદાનમાં ત્રણ શખ્સોએ એક સીગર યુવકને માર માર્યો. ભગવતપરામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા સગીર યુવકને ઢોર માર માર્યો એટલુ જ નહીં તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્વરુપે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. જયેશ રાદડિયા, ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના ભાજપના આગેવાનોએ એ સગીરની મુલાકાત પણ લીધી હતી અને બંધને સમર્થન પણ આપ્યું છે. 


ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.


તો ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવતા સમાજ હવે મેદાને આવ્યો છે. સામે પક્ષે દર્શન અને મયુરસિંહ ઝાલા જે આરોપીઓ હતા તે ઝડપાય ગયા છે . આરોપી મયુરસિંહના કહેવા પ્રમાણે ભોગ બનનાર સગીર મયુરસિંહના દિકરાને એક મહિનાથી હેરાન કરતો હતો એટલે માર માર્યો છે.તો ક્રિકેટનું કોચિંગ આપતો હજુ એક શખ્સ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો છે અને હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.