Farmer Protest અંગે આવ્યા સારા સમાચાર! સરકારે વધુ ચાર પાક પર MSP આપવાની તૈયારી દર્શાવી.. જાણો મીટિંગ બાદ શું આવી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-02-19 14:44:39

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. સરકાર સામે આંદોલન છેડવા જતા ખેડૂતોને આગળ વધતા રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તાનાત કરવામાં આવ્યા હતા! બોર્ડર પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ના કરી શકે તેવી વ્યવસ્થા સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ સકારાત્મક આવ્યું છે તેવું લાગે છે કારણ કે સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર થઈ છે. કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

 


બેઠકમાં શું થઈ ચર્ચા? 

રવિવારે મોડી રાત સુધી ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક રહી છે તેવું લાગી રહ્યું છે. ચંડીગઢમાં આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનની સાથે સાથે કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યામંદ રાય હાજર હતા. આ બેઠકમાં સરકાર દ્વારા વધુ ચાર પાક પર એમએસપી આપવાની વાત પર સહેમત થઈ છે.  ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે પરંતુ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે સીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના ખેડૂતોને રહેશે.



દિલ્હી કૂચને લઈ ખેડતોએ કહ્યું કે... 

બેઠક બાદ ખેડૂત નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી બે દિવસ આ વાત પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસ વિચારણા કરવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી કે 21 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો આંદોલનને રોકવામાં આવ્યું છે. જો આગામી બે દિવસની અંદર સમાધાન થઈ જાય છે તો આંદોલન ખતમ થઈ શકે છે. જો પરિણામ સકારાત્મક નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હી ચલો આંદોલન ચાલું રાખીશું તેવી જાણકારી આપવામાં આવી છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.