UPથી INDIA Alliance માટે સામે આવ્યા સારા સમાચાર! સીટોની વહેંચણીને લઈ Congress અને SP વચ્ચે થઈ ડીલ! Akhilesh Yadavએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-01-27 14:32:43

ઈન્ડિયા ગઠબંધન એક તરફ તૂટશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એસપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સીટોને લઈ જાહેરાત કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટો માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. યુપીમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સીટનું એલાન કરવામાં આવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે 11 સીટો પર ગઠબંધન કરવામાં આવ્યું છે તેની જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે..

   

નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષની અનેક પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું હતું. ભાજપને હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ જ ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડી ગમે ત્યારે એનડીએમાં સામેલ થઈ શકે છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.


કોંગ્રેસ અને સપા વચ્ચે થઈ ડીલ!

એવું લાગી રહ્યું હતું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે પરંતુ આજે ગઠબંધન માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશથી સામે આવ્યા છે. સીટોની વહેંચણીને લઈ સહમતી બની ગઈ છે તેવી જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે અને આ અંગેની જાણકારી અખિલેશ યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શનિવારે પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું- કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘ભારત’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ ઈતિહાસ બદલી નાખશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે