IPO રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, આજથી T+3 નિયમનો અમલ, જાણો ઈન્વેસ્ટોરોને શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-12-01 14:34:22

જો તમે શેર બજારમાં પૈસા લગાવો છે કે પછી આઈપીઓમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સેબી દ્વારા આઈપીઓમાં પૈસા લગાવવાનો નવો નિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે શેર એલોટમેન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઓછામાં ઓછા સમયમાં જ શેર ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. આઈપીઓની લિસ્ટીગના માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. આઈપીઓના બંધ થવા એલોટમેન્ટ થવાના તુરંત થયા બાદ જ લિસ્ટિંગ થશે. સેબીએ ઓગસ્ટ દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે આઈપીઓની લિસ્ટિંગ ડેડલાઈન 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવશે.  


રોકાણકારોને મોટી રાહત


સેબીઓ આઈપીઓ લિસ્ટિંગના દિવસોમાં ઘટડો કરતા રોકાણકારોને મોટો લાભ થયો છે. તેમના પૈસા હવે લાંબા સમય સુધી લોક-ઈન નહીં રહે. આ નિયમ લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક તમામ કંપનીઓને લાગુ પડે છે. રોકાણકારોના ડિમેટ ખાતામાં જો શેર નહીં આવે તો તેમને તરત જ રિફંડ મળી જશે, પહેલા તો રિફંડ મેળવવા માટે 4 દિવસ સુધી રાહ જોવી પડતી નથી. આ સાથે જ 1 ડિસેમ્બર 2023 બાદ  તમામ કંપનીઓ માટે આ નિયમ અનિવાર્યપણે લાગું કરી દેવામાં આવશે.


સેબીએ શું કહ્યું? 


સેબીએ આ પગલું એંકર ઈન્વેસ્ટરો, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટો, બ્રોકર, બેંકો સહિત તમામ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉઠાવ્યું છે. ટેસ્ટીંગ બાદ યોગ્ય જણાતા તેની પુષ્ટી કરવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ પગલાથી એ નક્કી થશે કે બેંકો, સ્ટોક એક્સચેન્જો, બ્રોકરો જેવાના સંસાધનોનો ઉપયોગ ઘટશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે