જમાવટના દર્શકો માટે ખુશખબર.... ટૂંક સમયમાં જમાવટ આવશે આ પ્લેટફોર્મ પર!


  • Published By :
  • Published Date : 2023-04-01 16:29:47

જમાવટને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક વખત જમાવટને રજૂઆતો મળી હતી કે તમારે તમારી ટીવી ચેનલ શરૂ કરવી જોઈએ. ત્યારે દર્શકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં અમારી ટીવી ચેનલ શરૂ થવાની છે. ટૂંક સમયમાં જ અમારી ચેનલને ટીવી પર જોઈ શકશો. પણ......



આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને એપ્રિલ ફૂલ બનાવાયા છે. પહેલી એપ્રિલે લોકો એક બીજાને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ડિબેટ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે ડિબેટ કેન્સલ થઈ હતી. આવા કિસ્સા માત્ર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૂરતા સીમિત નથી હોતા. ઘણી વખત નેતાઓ તેમના નિવેદન દ્વારા લોકોને એપ્રિલફૂલ બનાવતા હોય છે. ત્યારે જમાવટ તરફથી એપ્રિલ ફૂલની શુભકામનાઓ... જોતા રહો જમાવટ અને જીવનમાં કરતા રહો જમાવટ...          



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે