Gujaratના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા આ તારીખે લેવાશે


  • Published By :
  • Published Date : 2023-12-29 17:11:13

આગામી દિવસમાં ફોરેસ્ટ બિટગાર્ડની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. આ પરીક્ષામાં 4.18 લાખ ઉમેદવારો ભાગ લેશે. 8 ફેબ્રુઆરીથી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાશે. આ પરીક્ષા 11 જિલ્લાના સેંટરો પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રોજના 50 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે. 

આગામી 15 દિવસોમાં વર્ગ-3ના કર્મચારીઓની કરાશે ભરતી 

તો બીજી બાજુ એવી પણ માહિતી સામે આવી છે કે રાજ્યમાં આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. તો વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. નિયમો બદલાવવાને કારણે હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે