ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર! લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, શ્રમ અને રોજગાર મંત્રીએ આ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-20 17:39:05

હાલ ગુજરાતમાં વિધાનસભાસત્ર ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત ગૃહમાં કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


શ્રમિકોના વેતનમાં કરાયો વધારો    

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું કે કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રૂ. 9887.80 આપવામાં આવતું હતું તે વધારીને રૂ.12324 કરી દેવામાં આવી છે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રુ.9653.80 મળતું હતું જે વધારીને રૂ.11986 કરવામાં આવ્યું છે. જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા રૂ. 9445.80 મળતું હતું તેને વધારી દેવામાં આવ્યું છે. જે હવે રૂ. 11,752 આપવામાં આવશે. 


ઉપરાંત કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને રૂ. 12012 આપવામાં આવશે જે પહેલા રૂ. 9653.80 આપવામાં આવતી હતી. અર્ધ કુશળ શ્રમિકોને હવેથી રૂ. 11752 આપવામાં આવશે જે પહેલા રૂ. 9445.80 આપવામાં આવતું હતું. બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા 9237.80 મળતું હતું તે વધારી રૂ. 11466 કરવામાં આવ્યો છે. 


અનેક મુદ્દાઓને લઈ સરકારને પૂછાયા છે પ્રશ્ન

વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક મુદ્દાઓને લઈ સરકારને પ્રશ્નોને પૂછવામાં આવતા હોય છે. અનેક પ્રશ્નોના જવાબ સરકારે આપ્યા છે અને જવાબમાં આપેલા આંકકા ચોંકાવાનારા છે. કુપોષિત બાળકોને લઈ  પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષિત બેરોજગાર મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની કુલ મંજૂર કરવામાં આવી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.                    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.