ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, કહ્યું જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 18:54:31

મોરબીમાં બનેલી દુર્ઘટના પર અનેક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે આ ઘટના માટે ભાજપ જવાબદાર છે. ઈટાલિયાએ કહ્યું કે મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનાર જનતાને બદલામાં મોત મળ્યું.   


ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે - ઈટાલિયા 

હાલ ગુજરાતમાં માત્ર મોરબીમાં બનેલી દુર્ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પર ચર્ચા કેમ ન થાય. અનેક લોકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ બાળકો  આ ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી એકદમ આક્રમક બની છે. આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓની ઘટના બની રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂજાય છે. પરંતુ કોઈનું કાંઈ નથી થતું.

  

કમિટી બને છે પરંતુ પરિણામ નથી આવતું - ઈટાલિયા 

ઘટનાની તપાસ માટે સરકાર કમિટીની રચના કરે છે. તેની ઉપર ટિપ્પણી કરતા ઈટાલિયાએ કહ્યું કે આજ સુધી કઈ કમિટીએ તીર મારી લીધા? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા સમિતી બની, પાટીદાર આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં પેપરલીક કાંડમાં તપાસ માટે કમિટી બની પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. 


દરેક ઘટનાનો દોષ આખરે જનતા પર નખાય છે - ગોપાલ

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ન કરવી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી સલાહ આપનાર લોકો જ રાજકારણ કરે છે. આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. દરેક ઘટનાનો દોષ આખરે તો જનતા પર નખાય છે.   ,            




ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.