PM મોદી વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાને નોટિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:34:20

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તેમના વાયરલ વીડિયોને લઈને બરાબરના ભરાયા છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાતના  પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારી છે. 



ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ 


રાષ્ટ્રીય મહિલા આયોગની ગોપાલ ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી આપણા દેશની મહિલાઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. સમન્સની અવગણના કરવા બદલ ઇટાલિયા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


ભાજપના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર 


ભારતીય જનતા પાર્ટીએ પણ ઈટાલિયાની ભાષાને લઈને પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, કેજરીવાલનો જમણો હાથ અને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી ગયા છે. PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રને અપશબ્દો બોલવા એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.


ગોપાલ ઈટાલિયા પર આરોપ શું છે?


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, એવું કહેવામા આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નીચ વ્યક્તિ છે. હું તેની પુષ્ટિ નથી કરતો. પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે અને બધા પાસેથી એ જાણવા માંગુ છું કે, શું ભૂતકાળમાં કોઈ પણ પીએમ એ મત મેળવવા માટે આવો ડ્રામો કર્યો હતો. આવા નીચ વ્યક્તિ અહીં રોડ શો કરી રહ્યો છે. તેની સાથે જ અનેક બીજા વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. આ વીડિયો 2019નો છે અવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અનેક વખત ઈટાલિયાએ શબ્દોની મર્યાદા લાંઘી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે