ગોપાલ ઇટાલિયાની જાહેરાત "AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:00:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોને અનેક વાયદા અને ગેરેન્ટી આપે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ops ને પંજાબમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના સૌ કર્મચારી મિત્રોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે.



શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ????


ગોપાલ ઇટાલિયાએ કહ્યું "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’લાગુ કરવામાં આવશે.સરકાર અને જનતાની વચ્ચેની પાવરફુલ કડી સરકારી કર્મચારી છે એટલે ચૂંટણી સમયે આપેલી ગેરેંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી જાણીતી પાર્ટી છે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે ગુજરાતમાં કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન, ધરણાઓ, રેલી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના અને કેન્દ્રના મંત્રીઓ કેજરીવાલજીને અપશબ્દો કહે છે, આતંકવાદી કહે છે, ઠગ કહે છે  પરંતુ  અરવિંદ કેજરીવાલ તો કમો એ નિર્દોષ, નિખાલસ, સરળ અને સહજ સ્વભાવનો, ભગવાનો માણસ છે


તેમણે વધુમાં કહ્યું પંજાબની આમ આદમી પાર્ટી સરકારે નિર્ણય કર્યો છે અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે જેથી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી પંજાબના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. હું પંજાબના તમામ કર્મચારીઓની શુભેચ્છાઓ પાઠવું છું. આ ગુજરાતની અંદર પણ શક્ય છે. અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..