જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા. કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર. હવે તલાટી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યા છે. ઉપરથી નીચે આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારથી ખદબદવા માંડે ત્યારે એમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો નાગરીકોની જાગૃતિ છે.
ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો એ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો જાગૃત થઈને ફરીયાદ કરે તો ભ્રષ્ટાચારીઓને તરત ઝડપી લેવાય. જૂનાગઢના ભેંસાણના પરબ વાવડીમાં એસીબીને ફરીયાદ મળી કે આંતરજાતિય લગ્નનો લાભ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની સરકારી સહાય મળે એ માટે ફરીયાદીને લગ્નના પ્રમાણપત્રની જરૂર હતી, એ પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી જયદીપ જનકભાઈ ચાવડાએ ૧૫૦૦રૂપિયાની લાંચ માંગી અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું કહ્યું.
એસીબીએ કેવી રીતે પકડ્યો આરોપી?
ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જેમાં ખબર પડી કે ક્યુ આર કોડ મોકલીને પેમેન્ટ કરવા માટે કહ્યું હતુ, એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં ફરીયાદી અને આરોપી વચ્ચે લેતીદેતીની વાત થઈ, જે વ્યહવાર થયો એ તો પારદર્શી રીતે ઓનલાઈન થયો હતો. લાંચની માંગ અને વ્યહવાર સિદ્ધ થતા આરોપીને પકડી લેવામાં આવ્યો
આ લાંચ કેસમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી , પી.આઈ, એસીબી અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, ઈ.ચા.મદદનીશ નિયામક, રાજકોટએ સમગ્ર કામગીરી કરી હતી. સરળ એ હતુ કે લાંચ લેવામાં તલાટીએ પ્રક્રીયા એકદમ પારદર્શી રાખી, ક્યુઆર મોકલીને કહ્યું કે આમાં નાખી દો.. પણ આ ક્યુઆર મોકલ્યું છે અને લાંચના હેતુથી જ થયેલો વ્યહવાર છે એ સુનિશ્ચિત કર્યા પછી છટકું ગોઠવવામાં આવ્યું. લાંચ ભલે ૧૫૦૦ રૂપિયાની હોય પણ ડિજીટલ ભારતમાં યુપીઆઈથી લાંચનો પહેલો કિસ્સો ગુજરાત એસીબીએ નોંધ્યો હોવાથી ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.