આ બેઠક પરથી લડશે ગોપાલ ઇટાલિયા જાણો કેમ AAPએ સુરતમાં આ ઉમેદવારો ઉતાર્યા ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 11:24:44

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે AAP એક બાદ એક ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.


AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.'



AAPએ અત્યાર સુધી 12 લિસ્ટ જાહેર કરી 

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 158 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં બીજા બે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે એટલે હવે કુલ 160 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ચાર એવાં દિગ્ગજ ચહેરા છે કે જેઓને AAPએ સુરતની જ 4 બેઠકો પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી  લડશે, મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે, અલ્પેશ કથીરિયાને વરાછાની બેઠક પરથી ટિકિટ લડશે જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.                                                                                                                                      



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..