ગોરધન ઝડફિયાનો વીડિયો વાયરલ, નરેન્દ્ર મોદીને કરોડોના ભ્રષ્ટાચારને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:29:09

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા સામે વીડિયો વોર ચલાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની સભાનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરી ભાજપને ભરાવી તો આપના ગોપાલ ઇટાલિયા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ જૂનો વીડિયો વાયરલ કરી વિવાદ ઉભો કરનાર ભાજપ હવે ખુદ એક જૂના વીડિયોમાં ભરાઈ છે. ગોરધન ઝડફિયાના આ જુના વીડિયો અંગે ભાજપ હવે શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું છે.


ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ

 

ભાજપના કદાવર નેતા અને કમલમમાં બેસી સંગઠનમાં કામગીરી કરતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપને 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. એટલું જ નહીં ગોરધન ઝડફિયા તેમના આરોપના સમર્થનમાં તેમની પાસે 1200 પાનાના દસ્તાવેજો હોવાની હામી ભરી રહ્યાં છે. આ જ નેતા આજે ભાજપમાં બેસી મોદી અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે.  ગોરધન ઝડફિયાનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે ભાજપ કે નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ખુલ્લેઆમ ચર્ચા કરવા આવે. તેમની પાસે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના 1200 પાનાનો દસ્તાવેજ છે.



સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગામી ચાર દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 10 જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.