અશ્લીલ વીડિયો બતાવતી 18 ઓટીટી, 19 સાઇટ્સ-10 એપ્સ સરકારે કર્યા બ્લોક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-14 17:40:00

કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ સામે ફરી એકવાર આક્રમક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટ, 10 એપ અને 57 ઓટીટી સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મને અનેક વખત ચેતવણી આપી હતી. આમ છતાં, તેઓ દ્વારા આઈટી એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું હતું. એટલે કેન્દ્ર સરકારે આ બધા પ્લેટફોર્મ સામે આંખ દેખાડી છે. 

કયા કયા ઓટિટી પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ? 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી છે જેમાં લખ્યું છે કે  ‘આ ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરાઈ રહ્યું હતું. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવાઈ છે.’ એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી આપી હતી. પણ એ લોકોએ કઈ એક્શન ન લેતા કેન્દ્ર સરકારે એક્શન લીધા જે 18 ઓટીટી એપને હટાવી દેવાઈ છે એમ  Dreams Films, Voovi, Yessma, Uncut Adda, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, વગેરે વગેરે ott પ્લેટફોર્મ હતા પણ આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ અને અત્યરે ટ્વીટર પર ટ્રેન્ડ કે ullu અને alt બાલાજીને કેમ આ લિસ્ટમાં સામેલ કરવામાં ના આવ્યા એના પર રોક કેમ નહીં?


ઓટિટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા કન્ટેન્ટથી વધી રહ્યા છે અપરાધ!

આ બધા ott પ્લેટફોર્મ વેબ સીરિઝના નામે પોર્ન કે અત્યારની ભાષામાં કહીએ તો સોફ્ટ પોર્ન બતાવતા હતા અને જે જોઈને આજના યુવાનો ખોટા રસ્તે ચઢી રહ્યા હતા દિવસે અને અને દિવસે રેપ કેસ વધતાં જાય છે જેમાં મોટા ભાગના આરોપીઓ પોર્ન કે અસલીલ કન્ટેન્ટ જોવાના આદિ હોય છે અત્યારે રોજ છાપા ખોલીએ તો એક કેસ એવો દેખાય કે ઘર માંજ બાપ દીકરીના ખોટા સબંધ , ભાભી અને દીયરના ખોટા સબંધ અને એના કારણે થતાં અપરાધો અને આ બધુ શીખી રહ્યા છે. તો એ છે આવી વેબસાઇટ અને આવા પ્લેટફોર્મ માટે સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ અને એપ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA 1986ની કલમ 4 હેઠળ લગાવાયો છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .