ગાયના નામે મત માગતી સરકારને ખરેખર ગૌ માતાની કેટલી દરકાર છે? જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:26:19

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગાયના નામે વોટ માંગતી રાજ્યની ભાજપ સરકાર ખરેખર ગાય માતાની દરકાર રાખે છે.? રાજ્ય સરકારે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતને એક ગાયના નિભાવ માટે માસિક ખર્ચ પેટે 900 રૂપિયા આપવામાં આવશે. અને આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે. જો કે આ યોજનાનો સંપુર્ણ અમલ થઈ શક્યો નથી.


સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી


ગાયના નામે મત મેળવનારી સરકારે ગાયના પાલકો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ યોજના માટે સરકારે બજેટમાં  50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પરંતું તેમાંથી અડધા રૂપિયા પણ વપરાયા નથી. ગાયના પાલન માટે સરકારી સહાય મેળવવા જતા ખેડૂતો પાસે એટલા બધા ડોક્યુમેન્ટસ માંગવામાં આવે છે કે તે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. અંતે આ ખેડૂતો નિરાસ થઈને સહાય મેળવવાનો વિચાર પડતો મુકે છે. જોવા જેવી બાબત તો એ છે કે રાજ્યની 45 લાખ જેટલી ગાયોમાંથી એક લાખ જેટલી દેશી ગાયોના માલિકોને જ આર્થિક સહાય આપવાની હતી તેમ છતાં પણ આ મદદ પશુપાલકોને પુરતા પ્રમાણમાં મળી શકી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે