સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતો હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્ય સરકાર કરી શકે છે આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-22 17:30:57

ગુજરાત હાઇકોર્ટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને અસર કરતો ચુકાદો આજે આપ્યો છે. હાઇકોર્ટના ચુકાદા મુજબ સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે છે. 


નિવૃતિ બાદ પણ સરકાર કરી શકે કાર્યવાહી


હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી. આ ચુકાદાની અસર સરકારમાં કામ કરી રહેલા અને નિવૃત્ત થઈ ચૂકેલા ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓ પર થશે.


સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ 


ગુજરાત સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ છે. દર વર્ષે તેમાં વધારો થતો જઈ રહ્યો છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યના સરકારી નોકરી કરતા અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પગાર પાછળ રાજ્ય સરકાર 40 હજાર 503 કરોડ ખર્ચ કરશે. જે આગામી વર્ષ 2023-24માં વધીને 45 હજાર 91 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં 5 હજાર 500 કરોડનો વધારો થવાનો છે. બીજી બાજુ 


પેન્શનરોની સંખ્યા વધીને આગામી વર્ષે 5,13,716 થશે


સરકારી ખાતામાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં પેન્શનરોની સંખ્યા ચાલુ વર્ષે 4 લાખ 99  હજાર 527 હતી જે વધીને આગામી વર્ષે 5 લાખ 13 હજાર 716 થશે. આ પેન્શરનરોને ચાલુ વર્ષે ગુજરાત સરકાર 22 હજાર 708 કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવશે. જ્યારે આગામી વર્ષે રાજ્ય સરકારનો પેન્શન પાછળનો ખર્ચ 24, 978 કરોડનો થશે. મહત્વની બાબત એ છે કે, સરકારી ખાતા અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો નથી. પરંતુ પેશન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે