સરકારી કર્મચારીઓ કરશે લડતના મંડાણ, જૂની પેન્શન યોજના સહિતની માગને લઈ સરકારને આપ્યું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2024-02-04 17:28:42

દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવામાં  લાગી ગયા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી શાસનમાં રહેલી ભાજપની સરકાર સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જૂની પેન્શન યોજનાની માગને લઈ રાજ્યભરમાં કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર સમક્ષ વિવિધ માંગોને લઈ  અલગ અલગ જીલ્લાના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનો કરી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જો કે હવે તેમણે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.


રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોની બેઠક 


ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો હવે કર્મચારીના પ્રશ્ને મેદાનમાં આવ્યો છે. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારોની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં પહેલી એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે સોમવારે પત્ર લખાશે. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે અને 16 મી ફેબ્રુઆરીએ તમામ મંડળના સભ્યો કાળા કપડાં પહેરી ફરજ ઉપર હાજર થશે. મોરચો નવી પેન્શન સ્કીમ અને પડતર પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને 23મી ગાંધીનગરમાં આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .