ચૂંટણી આવતા સરકારની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:22:26

ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક આંદોલનો અને હડતાળનો સામનો ગુજરાત સરકારને કરવો પડી રહ્યો છે. પોલીસ કર્મીનો મુદ્દો થોડો શાંત થયો ત્યારે શિક્ષકોએ પોતાની માગને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકારને પોતાની રજૂઆત કરવાના છે. જો રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો 17 સપ્ટેમ્બરે શિક્ષકો સીએલ પર ઉતરી આગળ આંદોલન ચલાવવાના છે.

પડતર માગને લઈ શિક્ષકો મેદાનમાં 

ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈ એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. સરકારે માંડ માંડ પોલીસ ગ્રેડ પે મુદ્દાને શાંત પાડ્યો ત્યારે શિક્ષકો પોતાની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરી રહ્યા છે. પડતર માગણી જો નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સૌથી પ્રમુખ માગણી છે કે ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવા માટે અનેક જિલ્લાઓમાં શિક્ષકો આવેદન પત્ર આપી રજૂઆત કરી. મહત્વનું છે કે બિન - ભાજપ  શાસિત રાજ્યોમાં જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવે તેવી માગ શિક્ષકો કરી રહ્યા છે. 

આવેદન પત્ર આપી શિક્ષકોએ પોતાની માગ રજૂ કરી. જો આવેદન પત્ર બાદ પણ માગ નહીં સંતોષાય તો 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસની સીએલ પર ઉતરશે. જો તો પણ સમાધાન નહીં થાય તો 22 સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી ધરણા કરી તમામ વિરોધ કરશે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે. 

વિવિધ આંદોલનોથી સરકારની વધી ચિંતા

આરોગ્ય કર્મી, પોલીસ કર્મી બાદ શિક્ષકો પણ સરકાર સામે અવાજ ઉપાડી રહ્યા છે. જો સરકાર તેમની પડતાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયે આંદોલન કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતા પોતાની માગને લઈ સરકારને ઘેરવા અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે અનેક આંદોલનની સીટો પર શું અસર થાય છે તે સમય બતાવશે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..