સરકારે 'તહેરીક-એ-હુર્રિયત' પર લગાવ્યો પ્રતિબંધ, J-Kમાં ઇસ્લામિક શાસન લાદવાનું કાવતરું ઘડવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-12-31 16:28:08

જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ હવે સરકારે તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન પર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહેવાના કારણે UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે.


અમિત શાહે શું કહ્યું? 


ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, "આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે." આતંકવાદ સામે પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.


સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


ભારત સરકારે તહરીક-એ-હુર્રિયત સંગઠન વિશે માહિતી આપતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારા ફેલાવી રહ્યું છે. આ લોકો આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપે છે અને પથ્થરબાજીને પ્રોત્સાહન આપે છે. સંગઠનના લોકો ભારતીય કાયદાનું પાલન કરતા નથી અને કાશ્મીરને ભારતથી અલગ માને છે. ચાર દિવસમાં સરકારે કાશ્મીરમાં સક્રિય અન્ય એક મોટા સંગઠન સામે કાર્યવાહી કરી છે, જે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.


UAPA શું છે?


ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (Unlawful Activities Prevention Act) UAPA હેઠળ કેન્દ્ર સરકાર કોઈપણ સંગઠનને 'ગેરકાયદેસર' અથવા 'આતંકવાદી' જાહેર કરી શકે છે. આને સામાન્ય ભાષામાં 'પ્રતિબંધ' કહે છે. જો કોઈ સંસ્થાને 'ગેરકાયદેસર' અથવા 'આતંકવાદી' અથવા 'પ્રતિબંધિત' જાહેર કરવામાં આવે છે, તો તેના સભ્યો સામે પણ ગુનાહિત કાર્યવાહીમાં ભાગ લેવાના કેસમાં કાર્યવાહી થઈ શકે છે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં 43 સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં ઘણા ખાલિસ્તાની સંગઠનો, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, LTTE અને અલ કાયદા જેવા 43 સંગઠનો સામેલ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે