કેન્દ્રીય કર્મચારીને દિવાળી પહેલા સરકારની ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:49:34



કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આજે ડીએમાં 4 ટકા વધારો કરવાના નિર્ણય પર મોહર લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી વચ્ચે કેટલાય દિવસોથી ડીએમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. ડીએમાં ચાર ટકા વધારો કરવાથી કેન્દ્રના કર્મચારીના પગારમાં વધારો થશે. 


શું હોય છે ડી.એ.?

ડીએ એટલે ડિયરનેસ એલાઉન્સ. સાદી રીતે સમજીએ તો મોંઘવારી આવતા પગારમાં વધારો કરવામાં આવે છે તેને ડીએ કહેવામાં આવે છે. મૂળ પગારમાં થોડા રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે. 


34થી 38 ટકા કરાયો ડીયરનેસ એલાઉન્સ 

કેન્દ્ર સરકારે વર્ષ 2022ના માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3 ટકાનો વધારો કર્યો હતો ત્યાર બાદ આજે ફરીથી ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીએ 34 ટકા હતું. હવે ચાર ટકાનો વધારો કરાતા કેન્દ્ર સરકારના કર્મચારીનું હવે ડીએ 38 ટકા થઈ ગયું છે. 


કેટલા લોકોને મળશે લાભ?

કેન્દ્ર સરકારે ચાર ટકા ડીએ વધારો કરવાનો નિર્ણય લેતા કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. જો કેન્દ્રના કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા હોય તો 34 ટકા મુજબ તેમને મળતો ડીએ 6,120 રૂપિયા થાય, પરંતુ તેને 38 ટકા મુજબ લેવામાં આવે તો તે રૂપિયા વધીને 6,840 રૂપિયા થાય. 


મોંઘવારી જેવા સમયમાં પગારો વધારો થાય છે

સામાન્ય રીતે ડીયરનેસ એલાઉન્સ જેવી વસ્તુઓમાં વધારો બહુ ઓછો થતો જોવા મળે છે. પરંતુ કેન્દ્ર સરકાર સમયાંતરે જે વધારો કરી રહી છે તે મુજબથી લાગે છે કે મોંઘવારી ભારતમાં વધી રહી છે. કારણ કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પગાર વધારવાની ફરજ ત્યારે જ આવે છે જ્યારે તેમના કર્મચારીઓ મોંઘવારીનો માર જેલી રહ્યા હોય અને મોંઘવારી સમયે તેમનો પગાર ઘર ચલાવવા માટે પૂરતો ના પડતો હોય.  


 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે