સરકારે સુધારી આ વિભાગના કર્મચારીઓની Diwali, કર્મચારીઓના ભથ્થામાં કર્યો આટલો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 15:30:14

દિવાળી વખતે કર્મચારીઓને ભેટ મળતી હોય છે. બોનસ મળતું હોય છે. ત્યારે ગુજરાત સરકારે પણ કર્મચારીઓની દિવાળી સુધારી છે. અનેક કર્મચારીઓના પગાર ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. દિવાળી પહેલા જેલ ખાતાના કર્મચારીઓને ગુજરાત સરકારે ભેટ આપી છે. જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  જેલ કર્મચારીના ભથ્થામાં 3500થી 5000 સુધીનો વધારો કર્યો છે. અનેક કર્મયોગીને સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને ભેટને કારણે તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે!

આ નિર્ણયથી સરકારની તિજોરી પર પડશે આટલા કરોડનું ભારણ

થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓના હીતમાં સરકારે નિર્ણય લીધો હતો. ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો ત્યારે હવે દિવાળી પહેલા જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીની દિવાળી સરકારે સુધારી છે. ગુજરાત સરકારે 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતરના ભથ્થામાં 3500થી 5000 રુપિયાનો વધારો કરાયો કર્યો છે. તે ઉપરાંત ફિક્સ-પગારના જેલ સહાયકોને હવે 3500 રૂપિયા, સિપાઈને 4000 રુપિયા, હવલદારને 4500 રુપિયા જ્યારે સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું ચૂકવવામા આવશે. 


અનેક વખત આ અંગે કરાઈ છે રજૂઆત 

તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા 150 રુપિયામાં વધારો કરીને રજા પેટે 665 રુપિયા ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જેલ સિપાઈ હવલદાર સુબેદારને મળતા 25ના વોશિંગ એલાઉન્સમાં વધારો કરી 500 રુપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હતી ત્યારે હવે તેમની વાતને સ્વીકારવામાં આવી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે