સરકારી અધિકારીઓ ચાલુ નોકરીએ ચલાવે છે ક્લાસિસ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:38:45

સરકારી અધિકારીને પહેલેથી એમ પણ મસ મોટો પગાર મળતો હોય છે. પરંતુ અનેક વખત એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે સરકારી અધિકારી કામના સમય દરમિયાન પોતાના અંગત કામો કરતા હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે શિક્ષણ અધિકારી પોતાના ક્લાસિસમાં આઈપીએસ તેમજ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની વાત હોય. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકારી પગારથી સંતુષ્ટ ન રહેતા સરકારી અધિકારી પોતાના પર્સનલ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે અને પરીક્ષામાં પાસ કરાવે છે. 

સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ચલાવે છે

આપણા ત્યાં સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ માટે અનેક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત તે નિયમો નેવે મૂકી સરકારી અધિકારી પોતાની મનમાની કરતા હોય ત્યારે કિસ્સાઓ પણ છાસવારે સામે આવતા હોય છે. સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે અનેક કોચિંગ ક્લાસ આપણે ત્યાં ખોલવામાં આવ્યા છે. સરકારી નોકરીની તૈયારી ત્યાં કરાવવામાં આવે છે. પરંતુ અનેક કોચિંગ ક્લાસ એવા હોય છે જે સરકારી અધિકારી ચલાવતા હોય છે. સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ખોલી દે છે અને ત્યાંથી પૈસા કમાય છે. 

લીક થતાં પેપરમાં કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી

એવા અનેક કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ કે સરકારી પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ એક જ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ હોય છે. કોચિંગ ક્લાસ ચલાવનાર માલિકોની એટલી બધી ઓળખાણ હોય છે કે પેપરથી લઈને ઈન્ટરવ્યુ સુધીનું સેટિંગ માલિકે પોતાની ઓળખાણથી કોચિંગ ક્લાસના માલિકો કરી લેતા હોય છે. પોતાની જાહેરાતમાં કોચિંગ ક્લાસ દ્વારા લખવામાં આવતું હોય છે કે અમારે ત્યાં આટલા આઈપીએસ, આટલા આઈએએસ અધિકારીઓ ભણાવવા આવતા હોય છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ભણાવવા આવતા અધિકારીઓ વાસ્તવમાં અધિકારી હોય છે. ઘણી વખત ઉચ્ચ અધિકારીને ખબર નથી હોતી કે તેની નાક નીચે શું થઈ રહ્યું છે. અનેક વખત જે પેપર લીક થતાં હોય છે તેમાં પણ કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું કોચિંગ ક્લાસ અધિકારી બનાવતા શીખવે છે કે ભ્રષ્ટ કેવી રીતે બનવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે?

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરોમાં આવુ ચાલે છે 

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરો એવા છે જ્યા આ પ્રકારના કામ કરવામાં આવતા હોય છે. ત્યારે સરકારની ફરજ છે કે પ્રામાણિક્તા ગુણ સૌથી પહેલા પોતાના અધિકારીઓને શીખવે. લાખોમાં જેને પગાર મળતો હોય છે તે સરકારી અધિકારી જો નોકરીના સમય દરમિયાન પોતાની ઓફિસમાં હાજર નથી હોતો તે અને વર્કિંગ હવર્સ દરમિયાન પોતાના પર્સનલ કામમાં લાગ્તો હોય ત્યારે સરકારે આ અંગે વિચારવું પડશે. આ તો માત્ર આ અંગે વાત કરવામાં આવી છે જો સમય રહેતા પગલા નહીં લેવામાં આવે અને જો કોચિંગ ક્લાસ વાળા નહીં સુધરે તો આખી કહાની લોકો સમક્ષ બતાવવામાં આવશે.



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...