આદિવાસી ઉમેદવારોને GPSC વર્ગ 1-2ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે મળશે સહાય, જાણો સંપુર્ણ વિગત


  • Published By :
  • Published Date : 2023-07-23 15:32:21

ગુજરાત સરકારે આદિવાસી યુવક-યુવતીઓના કલ્યાણ હેતુથી મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC વર્ગ 1-2ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. 20,000ની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  આ કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 17 ઓગષ્ટ 2023 સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) દ્વારા જણાવાયું છે.


DBT મારફતે સહાય


અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે વિદ્યાર્થી દીઠ એક વાર રૂ.20,000- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા કરાશે.


કઈ રીતે યોજનાનો લાભ લઈ શકાય?

 

આદિવાસી યુવક-યુવતીઓએ યોજનાનો લાભ લેવા માટે અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે તેમજ પોર્ટલ પર પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જરૂરી વિગતો ‘સબમિટ’ કર્યા બાદ અરજદારના મોબાઈલ ઉપર એમ.એમ.એસ દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ અરજી સબમિટ થયેલી ગણાશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ વડી કચેરી દ્વારા નિયમ મુજબ મંજૂર-નામંજૂર કરવામાં આવશે.


રૂ. 5 લાખથી ઓછી આવક મર્યાદા


આદિજાતિના વિદ્યાર્થીઓ કોચિંગ સહાય મેળવવા માટે જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત કરાયેલી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા ઇચ્છતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતકક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે. સહાય માટે વિદ્યાર્થીએ જી.પી.એસ.સી વર્ગ-1, વર્ગ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ. સહાય માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. પાંચ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે