GPSSBએ નિયમોમાં કર્યો ફેરફાર, તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-12-12 10:35:24

સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા નિયમો અનુસાર હવેથી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. આ પહેલા 12 પાસ પર તલાટીની પરીક્ષા લેવાતી હતી. હવેથી આ પરીક્ષા ગ્રેજ્યુએશનના આધારે લેવાશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો અત્યાર સુધી 12 પાસ લોકોઆની પરીક્ષા આપી શક્તા હતા. આની પરીક્ષા GPSSB લે છે અને જે લોકોએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એ જ હવે તલાટી બની શકશે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 


શું છે તલાટી કમ મંત્રીની જવાબદારી? 

જો તલાટીની કામગીરીની વાત કરીએ તો ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની હોય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. નિયમમાં કરાયેલા ફેરફાર પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. આને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે