બનાસકાંઠાના અમીરગઢમાં ટ્રેનની અડફેટે ત્રણનાં મોત થયાના સમાચાર મળ્યા છે અમીરગઢના કીડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી ગયા છે ટ્રેનની ટક્કરથી ત્રણેયના કરુણ મોત નીપજ્યા છે જેથી અરેરાટી મચી છે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી
ટ્રેનનો પાટો ક્રોસ કરી રહ્યા હતા
અમીરગઢના કીડોતર ગામના એક વૃદ્ધ તેમની બે પૌત્રીઓ સાથે રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય લોકોના મોત થયા હતા અમીરગઢ પાસેથી પસાર થતી અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર પરથી પસાર થતી ટ્રેનની અડફેટથી ત્રણેયના પ્રાણપંખેરું ઊડી ગયું હતું આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પંચનામુ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વાહલી વારસદારોને મૃતદેહ સોંપ્યા હતા
હસતા ખેલતા પરિવારમાં આ અકસ્માતથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું






.jpg)








