GRD મહિલા અને પોલીસકર્મીના ઇલુ ઇલુમાં પતિએ કર્યો આપઘાત, ચિઠ્ઠીએ ખોલ્યું રાજ


  • Published By :
  • Published Date : 2023-09-20 19:55:58

મહેસાણાના કડીથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે કડી પોલીસ સ્ટેશનમાં GRDમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસકર્મી સાથે જ પ્રેમ સબંધ બાંધ્યા અને આ પ્રેમ સંબંધના કારણે પતિએ આત્મહત્યા કરી લીધી જેમાં મહત્વની વાત તો એ છે કે આ બધીય બાબતનો ખુલાસો આત્મહત્યાના નવ મહિના બાદ થયો 

વાત જાણે એમ છે કે GRD મહિલાના પતિએ આ પ્રેમ પ્રકરણથી કંટાળી જાન્યુઆરી 2023માં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું. આ પતિ-પત્ની છેલ્લાં ચાર વર્ષથી કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક ઓરડીમાં રહેતાં હતાં.અને ત્યાં આ ઓરડીમા જ મહિલાના પતિ મુકેશે આત્મહત્યા કરી હતી 

મૃતકની પત્ની પ્રિયંકા


આત્મહત્યાનું કારણ નવ મહિના પછી કેવી રીતે ખબર પડી ?

ગત જાન્યુઆરી 2023ના રોજ આ ઘટના બની હતી, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મુકેશની માતા જશીબેન ઇરાણા ગામ ખાતે હાજર હતાં અને મૃતક મુકેશના દીકરો રોહનનો કોટ ધોવા માટે કાઢ્યો હતો. જ્યાં જશીબેને કોટના ખિસ્સા તપાસતાં મૃતક મુકેશના હસ્તાક્ષરથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં પણ મુકેશે પત્નીના આડાસંબંધનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કડી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતકની પત્ની પ્રિયંકા, ધવલ પ્રજાપતિ તેમજ તેની પત્નીના ભાઈ અને પિતા વિરુદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક મુકેશનો ફાઈલ ફોટો


મુકેશને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી 

આત્મહત્યા કરનાર મુકેશને તેની પત્ની પ્રિયંકાની અને ધવલ પ્રજાપતિના પ્રેમ સંબંધોની જાણ થઇ ગઈ હતી પરંતુ પ્રિયંકા દ્વારા મુકેશને વારંવાર ડરાવવામાં આવતો હતો કે તું કઈ બોલીશ તો તને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ...પ્રિયંકા અનેક વખત તેના પ્રેમી સાથે વિડિઓ કોલ પર અને ટેલિફોનિક વાત કરતી હતી જેની જાણ મુકેશને થતા મુકેશ ટેન્સનમાં આવી ગયો હતો જેની જાણ મુકેશે તેના ભાઈને પણ કરી હતી 


બંનેના બીજાં લગ્ન હતાં

મુકેશના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુકેશના પ્રથમ લગ્ન કલોલ મુકામે  થયા હતા, પરંતુ મુકેશ અને તેની પહેલી પત્નીને મનમેળ ન આવતાં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. ત્યાર બાદ મુકેશનાં બીજા લગ્ન ઈસંડ કલોલ મુકામે રહેતા મણિલાલની દીકરી પ્રિયંકા સાથે થયા હતા. પ્રિયંકાના પણ આ બીજા લગ્ન હોવાથી તેને પહેલા લગ્નથી એક પુત્ર પણ હતો, જેનું નામ રોહન હતું. મુકેશ સાથે લગ્ન થયા બાદ પ્રિયંકા તેના દીકરા રોહનને પણ સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.


મુકેશની આત્મહત્યા બાબતે મુકેશના ભાઈએ કદી પોલીસ મથકમાં પોલીસ કર્મચારી સહીત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.