સૌરાષ્ટ્રમાં જમાવટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઘેડ પંથકમાં વરસાદે તબાહી બોલાવી, ખેતરોમાં ઘૂસ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:59:15

ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. થોડા કલાકોની અંદર અનેક ઈંચ વરસાદ વરસી જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.. વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

ઘેડ પંથકની વરસાદે પથારી ફેરવી!

વરસાદની આપણે સૌ પ્રતિક્ષા કરતા હોઈએ છીએ.. વરસાદ આવે અને ગરમીથી મુક્તિ મળે.. વરસાદ આવે છે ત્યારે મન પ્રસન્ન પણ થાય છે, પરંતુ અવિરત વરસાદ રહે ત્યારે! ગુજરાતના અનેક ભાગો એવા હતા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ વરસ્યો કે મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ.. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જમાવટની ટીમ ઘેડ પંથક પહોંચી હતી.. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરી દે કે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેડૂતોની સ્થિતિ શું થઈ હશે?



ખેતરોમાં ઘૂસ્યા પાણી!

વરસાદની અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય સામાન્ય માણસને તેની એટલી ગંભીર અસર નથી થતી જેટલી અસર જગતના તાતને તેની પડે છે. સારો વરસાદ ના આવે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે છે અને જો વધારે વરસાદ થાય તો પણ  ખેડૂતોને રડવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ જગતના તાતની ચિંતા થવા લાગે..અનેક ખેતરો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.