આનંદો! સિંગતેલના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો, હજુ પણ ભાવ ઘટવાની શક્યતા, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-13 21:05:39

ગુજરાતની ગૃહિણી માટે સૌરાષ્ટ્રથી સારા સમાચાર આવ્યા છે કે હવે ગાઠિયા, ભજીયા, ફાફળા, જલેબી, સમોસા, ગોટા અને દાળવડા ખાવાનું હવે સસ્તુ થવાનું છે કારણ એ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3000 હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 2930 હતો જેમાં ફરી એકવાર રુપિયા 20નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા 2910 થયો છે. 


શા માટે ઘટ્યા ભાવ?


સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળી ની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. મગફળીના સારા ઉત્પાદનના કારણે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે, યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035થી 1440 બોલાયા છે. ઓક્ટોબર મહિનો શરૂ થયો ત્યારે સિંગતેલનો ડબ્બો 3 હજાર રૂપિયાની આસપાસ મળતો હતો પણ હવે ભાવ ઘટી ગયા છે. 

Know how much the price of Peanuts oil and cottonseed oil has reduced? ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

હજુ પણ ભાવ ઘટવાની શક્યતા?


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ ત્યારે મગફળીના મણના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈીકાલે મગફળીનો મણનો ભાવ 1460 રૂપિયા હતો અને આજે મગફળીનો મણનો ભાવ 1365 થઈ ગયો છે. આથી દશેરા સુધીમાં તેલમીલમાં સસ્તી મગફળીની આવક શરૂ થશે અને સિંગતેલના ભાવમાં ઘટાડો વધારે થઈ શકે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે મહિના પછી દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે તો ત્યારે મગફળીના ભાવ ઓછા જોવા મળવાના છે. એટલે મહિલાઓ આ વાતને ખાસ ધ્યાને લે કે વધતા જતા અને ખોરવાતા બજેટમાં થોડી શાંતિ મળવાની છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે