GSRTCના કંડકટર અને ડ્રાઈવરની લુખ્ખી દાદાગીરી, એમને ફાયદો મળે એ હોટેલ જ જવાનું! 15 કિલોમીટર રોંગ સાઈડ બસ ચલાવી કારણ કે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-22 13:06:40

એસટી વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે.. એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર દ્વારા અનેક વખત દાદાગીરી કરવામાં આવે છે તેવા અનેક વીડિયો આપણી સામે આવે છે.. મોટી સંખ્યામાં લોકો મુસાફરી માટે એસટીબસનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ હમણાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક એસટી બસના ડ્રાઈવરે રોન્ગ સાઈડમાં બસ ચલાવી.. એક બે કિલોમીટર નહીં પરંતુ 15 કિલોમીટર!  

બસમાં મુસાફરી કરતા લોકોનો નહીં પરંતુ.. 

એસટી બસમાં અનેક વખત ઝઘડા થતા હોય છે.. ડ્રાઈવર, કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે થતી બોલાચાલી અનેક વખત આપણે સાંભળી હશે..અનેક વાર જોયું છે કે એસટી બસમાં કંડકટર અને ડ્રાઈવરની ખુલ્લી દાદાગીરી હોય છે એમને મરજી પડે એવી ગંદી અથવા તો મોંઘી હોટલમાં ઊભી રાખવાની..એ લોકો બસમાં બેઠેલા લોકોનું નહીં પણ પોતાનો ફાયદો વિચારે છે એવી જ એક ઘટના તમારા સમક્ષ આજે મૂકવી છે..! આ સમાચાર અંગેની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ છે..



હોટલ પર બસ ઉભી રાખવાથી મળે છે 200 રૂપિયાનું ટોકન! 

16 મેની ઘટના છે. એસટીની બસ નં. GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત જઈ રહી હતી. અને એ બસમાં લોકોએ હોબાળો કર્યો.. બસ હિંમતનગરથી નીકળ્યા પછી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પહેલાં સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાનું તે ભૂલી ગયો.. આ યાદ આવ્યા પછી શું, ડ્રાઈવરે બસ રિવર્સ મારી અને રોન્ગ સાઈડ પર 15 કિલોમીટર બસ ચલાવી અને હોટલે લઈ ગયો...જ્યારે લોકોએ પૂછ્યું કે આવું કેમ કરો છો દલીલ કરી તો કંડકટર અને ડ્રાઈવરે જવાબ આપ્યો હોટેલ ઉપર બસ ઊભી રાખવી ફરજીયાત છે, કારણ કે ત્યાં બસ ઊભી રાખવાથી 200 રૂપિયાનું ટોકન મળે છે...


ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે થયો ઝઘડો 

બાદમાં લોકોએ હોબાળો કર્યો ત્યાં હોટલે ઊભા રહ્યા બાદ મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો એ પણ ના આપી અને અંતે ઝઘડો કર્યા બાદ ફરિયાદ પોથી આપી જે વ્યક્તિએ ટ્વીટ કર્યું એમનું એવું પણ કહેવું છે કે  આ બાબતની જાણ ડેપો મેનેજર, ખંભાતને પણ કરવામાં આવી છે પણ છેલ્લા 2 દિવસથી તેઓ પણ ફોન ઉપાડતા નથી. તો પહેલા આખી ઘટના ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જુઓ 


સામાન્ય માણસોને આવે છે પીસાવાનો વારો 

મહત્વનું છે કે અનેક વખત એસટી બસના ડ્રાઈવરની કામગીરી પર, એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે... સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લાગે કે આ સૂત્રો માત્ર લખવા માટે જ હોય છે..  હવે આવી ઘટનાઓ જોઈએ ત્યારે સૌથી વધારે દયા સામાન્ય માણસ પર આવે કારણકે રોજિંદા જીવનથી લઈને બસમાં મુસાફરી કરે કે કઈ પણ હોય પીસવાનું એ સામન્ય મધ્યમ વર્ગના માણસને જ છે.. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.