GST મોરચે બન્યો નવો રેકોર્ડ, સરકારે ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડની કરી બંપર કમાણી


  • Published By :
  • Published Date : 2023-11-01 22:36:10

દેશમાં GSTનો અમલ થયો ત્યારથી નાના-મોટા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે, જો કે આ GST સરકારને બંપર કમાણી કરાવી રહ્યો છે. આ વખતે પણ જીએસટી કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કેન્દ્રએ બમ્પર કમાણી કરી છે. ઓક્ટોબર મહિનામાં સરકારે ઈતિહાસમાં બીજી સૌથી વધુ કમાણી કરી છે. એપ્રિલ પછી ઓક્ટોબરમાં સૌથી વધુ GST કલેક્શન થયું છે. એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ થયું હતું, જ્યારે ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડથી વધુની આવક થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.


કેટલી કમાણી થઈ?


ઓક્ટોબરમાં કુલ GST આવક 5.7 ટકા વધીને રૂ. 1,72,003 કરોડ થઈ છે જે સપ્ટેમ્બરમાં રૂ. 1,62,712 કરોડ હતી. રૂ. 1,72,003 કરોડના GST કલેક્શનમાંથી રૂ. 30,062 કરોડ CGST, રૂ. 38,171 કરોડ SGST, રૂ. 91,315 કરોડ IGST (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 42,127 કરોડ સહિત) અને રૂ. 12,456 કરોડ સેસ (આયાત પર એકત્રિત રૂ. 1,294 કરોડ સહિત) છે. 


ઓક્ટોબરમાં આવક 13 ટકા વધી


સરકારે  IGSTથી  CGSTમાં રૂ. 42,873 કરોડ અને SGSTમાં રૂ. 36,614 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓક્ટોબર, 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 72,934 કરોડ અને SGST માટે રૂ. 74,785 કરોડ છે. ઓક્ટોબર મહિનાની કુલ GST આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 13 ટકા વધુ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.