GST કાઉન્સિલની બેઠક બાદ કઈ વસ્તુઓના ભાવ વધશે, શું સસ્તું થયું, જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-07-11 22:34:17

કેન્દ્ર સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પર બુદ્ધિજીવીઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેનાથી નકારાત્મક બાબતો પણ જીએસટીની ઉભરી આવી અને અમુક લોકોએ સકારાત્મક વાતો પણ કરી હતી. જીએસટી સારુ છે કે ખરાબ એ એક ડીબેટનો વિષય છે પણ કેન્દ્ર સરકારની તીજોરીમાં નાણાનો ભરાવો થઈ રહ્યો છે તે સત્ય છે. આજે મંગળવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સીલની પચાસમી બેઠક મળી હતી જેમાં અનેક વસ્તુઓ સસ્તી થઈ છે અમુક વસ્તુઓ મોંઘી થઈ છે, અમુક સેવા સસ્તી થઈ છે તો તેની સામે અમુક સેવા મોંઘી થઈ છે. 


મોજશોખની વસ્તુઓ સસ્તી થઈ


ગુડ્સ એન્ડ સર્વિસ વિભાગની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમુક ખાવાની વસ્તુઓ કરી દેવામાં આવશે તો પછી તમારા પેટમાં જે વસ્તુઓ જવાની છે એ સસ્તી થવાની છે. પણ વધારે ખુશ થવાની જરૂર નથી કારણ કે આ ખાવાપીવાની વસ્તુ સિનેમા હોલની છે, ઘરની નહીં. એટલે કે તમે પિક્ચર જોવા જાવ ત્યારે ઠંડુ પીણું કે પોપકોર્ન ખાવ છો તે હવે સસ્તા થવાના છે.એટલે પહેલા 100 રૂપિયાની વસ્તુ પર 18 ટકા ટેક્સ લાગતો હતો અને તે વસ્તુ તમને 118 રૂપિયામાં મળતી હતી તે હવે 115 રૂપિયામાં મળવાની છે. એના સિવાય સૌથી મહત્વનો અને સારો નિર્ણય છે કે કેન્સરની દવાઓને કરમાંથી એટલે કે ટેક્સમાંથી મુક્તિ આપી દેવાઈ છે. એટલે કે આપણી ભાષામાં વાત કરીએ તો આપણા ઘરમાં કોઈ વ્યક્તિ છે જેને કેન્સર છે અથવા તો કેન્સરની દવા ચાલી રહી છે તો તે દવાના ભાવમાં ઘટાડો થયો છે. પણ આ દવાનું નામ ડિનુટુકિસ્મૈબ છે. બાકીની દવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  


તળ્યા વગરનો નાસ્તો સસ્તો થશે


દેશમાં હવે તળ્યા વગરનો નાસ્તો કરવો હવે સસ્તો થવાનો છે કારણ કે પહેલા સરકાર આવા તળ્યા વગરના અથવા તો કાચા એક્સટ્રુડેટ સ્નેક પૈલેટ પર 18 ટકા જીએસટી વસુલતી હતી પણ હવે 5 ટકા જ જીએસટી વસુલશે તો કિંમત ઘટવાની છે. માછલીનું તેલ માણસના શરીર માટે પૌષ્ટિક હોય છે, જ્યારે આ તેલ બનાવામાં આવે છે ત્યારે તેમાંથી તેલ સીવાય પણ અમુક વસ્તુ નીકળે છે જેને ફિસ સોલ્યુબલ પેસ્ટ કહેવામાં આવે છે જે પ્રોટીન, વીટામીન અને એમીનો એસીડથી ભરપૂર હોય છે તેની કિંમત પણ ઘટવાની છે કારણ કે તેમાંથી પહેલા 18 ટકા જીએસટી વસૂલવામાં આવતો હતો પણ હવે પાંચ ટકા જ વસૂલવામાં આવશે. નકલી જરીના દોરા પર પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે. 


ઓનલાઈન ગેમિંગનો જીએસટી દર વધ્યો


સૌથી મોટી વાત જે લોકો ઓનલાઈન ગેમિંગ રમે છે તેમના માટે પણ અમારી પાસે સમાચાર છે, ઓનલાઈન ગેમિંગ અને કેસીનો પર જીએસટી દર વધારવામાં આવ્યો છે. આ સિવાય સ્પોર્ટ યુટીલીટી વેહિકલ, મલ્ટી યુટીલીટી વેહીકલ પર હવે 22 ટકાનો કર વસૂલાશે, જો તમારે સેડાન કાર એટલે કે જેની લંબાઈ આગળ પાછળ બાજુ બહાર નીકળતી છે એવી કાર લેવી છે તો તેના પર 22 ટકા જીએસટી નહીં લાગે.


સરકારની આવક 12 ટકા વધી


જીએસટીનો અમલ થયો ત્યારથી જ સરકારની આવક જબરદસ્ત વધી છે. ગયા વર્ષે જૂન 2022માં સરકારને 1.44 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી જે અત્યારે 12 ટકા વધી ગઈ છે. એટલે કે આ વર્ષે જૂન 2023માં સરકારની આવક 1.61 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અને સતત કેન્દ્ર સરકાર જેમ જેમ નિર્ણયો લઈ રહી છે તેમ ભારત સરકારના ખજાનામાં વધારો થઈ રહ્યો છે. 


શું છે દેશમાં જીએસટીનો ઈતિહાસ?


જીએસટીના ભૂતકાળને યાદ કરીએ તો એક સમય હતો કે જ્યારે વૈરાયટી ઓફ પ્રીવિયસ ટેક્સ, એક્સાઈઝ ડ્યૂટી, ખરીદ વેરો, અને સર્વિસ ટેક્સ જેવા વિવિધ પ્રકારના ઈનડાયરેક્ટ કર લાગતા હતા જે હટાવી સરકાર 1 જુલાઈ 2017ના એક સિસ્ટમ લાવી એ સિસ્ટમ એટલે કે જીએસટી, હાલ ઝીરો, પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો વિવિધ વસ્તુ પર કર લાગે છે. જો કે સોના પર અને સોનાની વસ્તુઓ પર સરકાર 3 ટકા કર જ વસૂલે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.