વિધાનસભામાં જીએસટી વધારાનું વિધેયક થયું પસાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 12:31:28

હાલ વિધાનસભામાં ચોમસુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક વિધેયક રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમા માલ અને સેવા વેરા વિધેયક પસાર કરાયું હતું. જેમાં અનેક ચીજ-વસ્તુઓ પર જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ અનકે વખત તેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કારણે મોંઘવારીનું ભારણ વધતું રહે છે.

નાણા મંત્રીએ રજૂ કર્યો વિધેયક

નાણા મંત્રી કનુ દેસાઈએ સંસદમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની માલ અને સેવા વેરા કાઉન્સિલે કાયદામાં સુધારાની આવશ્યકતા દર્શાવતા નિર્ણયો લીધા છે. વિવિધ જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં આ બિલ પસાર કરાયું છે. 

Kanu Desai | Facebook
કઈ વસ્તુ પર વધ્યો જીએસટી 

જીવન જરૂરિયાતોની વસ્તુઓ પર પહેલેથી જ જીએસટી લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં ફરી એકવખત ફેરફાર કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર 5 ટકાથી 18 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. 12 ટકા જીએસટી વાળી વસ્તુઓ જેમકે પ્રિન્ટિંગ, લગ્ન કંકોત્રી, બ્લેડ, પેન, પેન્સિલ. એગ્રીકલ્ચર પ્રોડક્ટના પાર્ટ સહિતની અનેક વસ્તુ પર જીએસટી દર વધારાઈ દેવાયું છે.

આ તમામ વસ્તુ પર 12 ટકાને બદલે 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. ઉપરાંત લોખંડ, કોપર, એલઈડી લાઈટ, સોલર વોટર પંપ સહિતની વસ્તુઓ પર જીએસટી વધારી દેવામાં આવ્યો છે. 5 ટકા જીએસટી વસુલાતો હતો જે હવે 12 ટકા સુધી વધારાઈ દેવામાં આવ્યો છે.

કોંગ્રેસે વિધેયક પર શું  આપી પ્રતિક્રિયા 

વિધેયક પસાર થતાં જ વિધાનસભા ગૃહમાં વિપક્ષે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષે ચર્ચમાં ભાગ લેતા જણાવ્યું કે મંદીના માહોલ વચ્ચે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે, જીએસટીના કાયદા વારંવાર સુધારાના કારણે લાખો વેપારીઓ ઉપર કરનું ભારણ આવવાનું છે. વધુમાં તેમણે  કહ્યું કે દૂધ, લસ્સી, વિવિધ લોટ પર વેરાના દરમાં વારંવાર વધારો થયો છે.

Impact Of GST (Goods and Services Tax) On The Common Man - Moneymint

સામાન્ય લોકોની વધશે મુશ્કેલી 

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે જેને કારણે સામાન્ય માણસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત જીએસટીના દરમાં ફેરફાર થતા સામાન્ય માણસના બજેટ પર ભારણ પડી શકે તેમજ મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ પર આની ભારે અસર પડી શકે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે