આધારકાર્ડના આધારે આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ, જીએસટી વિભાગે કૌભાંડનો કર્યા પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-02-16 17:00:07

બોગસ બિલિંગ કરી કૌભાંડ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં આવેલી 100થી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આધારકાર્ડ સાથે લીંક કરાયેલા મોબાઈલ નંબરને બદલી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.     


બિલિંગ કૌભાંડ આવ્યું સામે 

જીએસટી વિભાગને માહિતી મળી હતી કે સમગ્ર ગુજરાતમાં 100થી વધારે પેઢીઓમાં બિલિંગ કૌભાંડ થઈ રહ્યું છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. મોટાભાગના નવી મોડસ ઓપરેન્ડી મુજબ કૌભાંડ આચરવામાં આવ્યાં છે. 


કૌભાંડનો થયો પર્દાફાશ 

એસજીએસટી વિભાગની ટીમે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ચોકાવનારો ખુલ્લાસો થયો છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને આ કૌભાંડ આચરવામાં આવતો હતો. આધાર કાર્ડ સેન્ટર પરથી આધાર કાર્ડમાં નંબર અપડેટ થતા રહેતા જેથી કરીને માહિતી કૌભાંડીઓ પાસે આવતી. સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુંકે એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે