Gujarat 10th Board Result: હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થયા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 12:38:25

ઈન્ગલિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવાનો ક્રેઝ આજકાલ વધી ગયો છે.. અનેક બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, સારી વાત છે પરંતુ તે બાળકો આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી.. એવા અનેક બાળકો હશે જેમણે કોલેજ પાસ કરી લીધી હશે પરંતુ આંકડાઓને ગુજરાતીમાં શું કહેવાય તેની ખબર નહીં હોય..! 30-40 સુધી તે બોલી શકતા હશે પરંતુ જો તેની આગળનું બોલવાનું આવે તો ઈન્ગલિશમાં બોલતા હશે.. આ વાત અમે ધોરણ 10ના પરિણામ માટે કરી રહ્યા છીએ.. આજકાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે દિવસે દિવસે આપણી માતૃભાષા પારકી બની રહી છે, કેમકે આ વખતે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ ભવિષ્યની ચિંતાઓના એંધાણને દેખાડી રહ્યું છે.  

કેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા અને આટલા વિદ્યાર્થીઓ થયા પાસ 

હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓવરઓલ બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું તે માટે બોર્ડના વિદ્યાર્થીઓની મહેનતના વખાણ કરવા જોઈએ, પરંતુ ચિંતાનો વિષય માતૃભાષામાં આવેલા પરિણામની થઈ રહી છે... રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે, તેની સામે અંગ્રેજી વિષયમાં માત્ર 2.48% જ નાપાસ થયા છે. 


અંગ્રેજી વિષય પાસ કરી લે છે પરંતુ... 

તો હવે તમે જ આ આંકડા પરથી કહો કે આ વાત જાણીને ચિંતા તો થાય જ ને ? અને આવું છેલ્લા પાંચ વર્ષોથી જોવાં મળે છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પાસ કરીલે છે, અને તેઓને ગુજરાતી વિષય સાથે ક્યાંક બનતું નથી! આવું કેમ થાય તેની વાત કરીએ તો શક્ય છે કે વિદ્યાર્થીઓ બાકીના મુખ્ય વિષય પર વધુ ધ્યાન આપતાં હશે, પણ શું ગુજરાતી વિષયને આમ તરછોડવાથી મળેલું પરિણામ એ આવતી કાલ માટે ચિંતાનો વિષય નથી ?


આવા પરિણામ આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે... 

ગુજરાતી તો આપણી માતૃભાષા છે, પણ આજે આપણે દરેક જગ્યાએ વેસ્ટર્ન કલ્ચર ઉમેરી દીધું છે એટલે કદાચ “માતૃભાષાની અવગણનાનું” આ પરિણામ આવ્યું કહેવાય. ક્યાંક વાલીઓ પણ એવુજ માને છે કે બાળકનું ભવિષ્ય બનાવવું હશે તો અંગ્રેજી ખુબ જરૂરી છે એટલે વાલીઓ પણ અંગ્રેજી વિષય પર વધુ ભાર મુકતા હશે. સાથે કદાચ વાલીઓ અને વિદ્યાર્થીઓએ માન્યતામાં પણ રહી ગયા હોય કે.. ગુજરાતી તો સરળ ભાષા કહેવાય એમાં કોઈ નાપાસ થઈ જ ના શકે. 

તો જુઓ વાલીઓ અને ગુજરાતીઓ, આ આંકડા દર્શાવે છે કે આપણે આપણી માતૃભાષામાં જ કાચા સાબિત થયા છીએ. 


આપણે જ આપણી માતભાષાને ઓછું પ્રાધાન્ય આપતા હોઈએ એવું લાગે... 

આજકાલ બાળકો પણ રમતી વખતે હિન્દીમાં કે અંગ્રેજીમાં વધુ વાતો કરતાં હોય છે. અહી અન્ય ભાષા સાથે કોઈ તકલીફ નથી. અહી તકલીફ એ છે કે આપણે આપણી જ માતૃભાષાને બીજી ભાષાઓ કરતાં ઓછું પ્રાધાન્ય આપી રહ્યાં છીએ, તેની કિમત બીજી ભાષાઓ કરતાં ઓછી આંકી રહ્યાં છીએ. આમાં પ્રાથમિક વાંક કદાચ વાલીઓ પર દર્શાવવો હોય તો ખોટું પણ નથી, કેમકે વાલી તરીકે સૌપ્રથમ આપણે જ આપણાં બાળકોને સફળ બનવાની રેસમાં ઊભા રાખવા માટે પરિવારથી દૂર કરીએ,સમાજથી દૂર કરીએ,આપણી માતૃભાષાથી દૂર કરીએ અને અંતે .. અંતે એ બાળકો જીવનની સાચી વાસ્તવિક્તાઓથી દૂર ધકેલાઇ જતાં હોય છે,



લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે..

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..