Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-27 10:04:55

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે રસ્તાઓ પર ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. મંગળવારે નલિયાનું તાપામાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું તે ઉપરાંત અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું, 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


મંગળવારે ક્યાં કેટલી પડી ઠંડી? 

એવું લાગતું હતું કે આ વર્ષે સખત ઠંડી પડી શકે છે. ગુલાબી નહીં પરંતુ હાડ થીજવતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ ગુજરાતીઓને થશે. પરંતુ વાતાવરણમાં એવા ફેરફાર આવ્યા કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પરંતુ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ડિસેમ્બરના અંત સુધીમાં અનેક વિસ્તારોનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. નલિયા ઠંડોગાર પ્રદેશ સાબિત થાય છે. મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે.     

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે 

તે ઉપરાંત વલસાડનું તાપમાન 17.8 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6, નલિયાનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 17.6 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 18.9 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 14.4 ડિગ્રીએ પહોંચ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ એક દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..