Gujarat : માવઠાને કારણે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, જાણો ક્યારથી અપાશે સહાય?


  • Published By :
  • Published Date : 2023-12-05 15:52:13

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને સહાચ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સહાય મુદ્દે એક મોટી અપડેટ સામે આવી છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યું છે. સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે.

Raghavji Patel, who came to BJP from Congress and became a 7-time MLA,  became a minister again, let's know his political journey | કોંગ્રેસમાંથી  ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી

રાઘવજી પટેલે સહાય અંગે આપ્યું મોટું નિવેદન

ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદ ન થવાને કારણે તો કોઈ વખત વધારે વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત ખેડૂતોને પાકના પોષણસમા ભાવ નથી મળતા તો કોઈ વખત કમોસમી વરસાદ ખેડૂતોને બેહાલ કરી નાખે છે. આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક રવિવારે પલટો આવ્યો હતો. કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


માવઠાને કારણે પાકને મોટા પાયે થાય છે નુકસાન

ખેડૂતોને સહાય મળી રહે તે માટે ભાજપના જ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો. ત્યારે સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. આ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. મહત્વનું છે કે  વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર પાક પર પડે છે. પાકને મોટા પાયે નુકસાન થાય છે. ત્યારે આ સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી આશા અને ખેડૂતોને સહાય જલ્દી મળે તેવી આશા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.