Gujarat : Corona caseમાં વધારો થતા AMC એક્ટિવ થઈ, AMC આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 12:16:03

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોને લઈ એએમસી વિભાગ એક્ટિવ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે.

કોરોના વાઇરસના એ ચાર નવા વૅરિયન્ટ જેનાથી ચેતવાની જરૂર છે - BBC News ગુજરાતી

ગુજરાતમાં સતત નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ 

એક સમય હતો જ્યારે કોરોનાના નામથી લોકો ડરી જતા હતા. કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. વચ્ચેનો સમય હતો જ્યારે કોરોના જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનો શરૂ કર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 30ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી કોરોનાને લઈ સમાચાર આવ્યા છે.

Coronavirus (COVID-19) tests: Methods, availability, and accuracy

આ જગ્યાઓ પર કરાઈ ટેસ્ટ માટેની વ્યવસ્થા 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 54 કેસ છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા એએમસી એક્ટિવ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અસારવા સિવિલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ સામે આવી છે કે  AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. 

વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં સામેલ ભારત, વ્હાઇટ હાઉસે  આપ્યું આ નિવેદન | World News in Gujarati

કેરળમાં નોંધાઈ રહ્યા છે સૌથી વધારે કોરોનાના કેસ 

મહત્વનું છે કે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં તો સૌથી વધારે ખતરો છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે એક તરફ ક્રિસમસ વેકેશનને લઈ લોકો ફરવા નીકળ્યા છે તો આગામી સમયમાં કોરોના કેસમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.  

ગુજરાતમાં નવા બે કોરોના કેસ આવતા હોસ્પિટલ સજ્જ | Sandesh


પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.