Gujarat: Valsad અને છોટા ઉદેપુરમાં Amit Shahએ સંબોધી જનસભા, Congress પર કર્યા આકરા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:45:59

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા.. છોટા ઉદેપુરમાં તેમજ વલસાડમાં અમિત શાહે પ્રચાર કર્યો હતો.. વલસાડમાં ધવલ પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.. પોતાના ભાષણમાં તેમણે અનેક બાબતોની ચર્ચા કરી હતી ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

બે જગ્યાઓ પર અમિત શાહે જનસભા સંબોધી! 

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાત હતા અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર માટે હતા.. રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં અમિત શાહે જનસભાને સંબોધી હતી.. ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી હતી.. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા..


રામ મંદિરનો પોતાના સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

પોતાના સંબોધનમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો હતો.. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યું છે.. તે સિવાય તેમણે કહ્યું કે 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નહોતી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલીવાર ઓડિશાના ગરીબ ઘરની આદિવાસી દીકરી, બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે..


અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી!

 તે સિવાય કોંગ્રેસ પર પણ તેમણે પ્રહારો કર્યા હતા.. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે જુઠ્ઠાણાનું કારખાનું કોઈ દિવસ સાચું ના બોલે.. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબા જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરો, SC,STઅને બક્ષીપંચની અનામત પર કોઈએ લૂંટ મારી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબાને ખબર પડી કે આખા દેશે રસી મૂકાવી છે તો એકદિવસ રાતના અંધારામાં ભાઈ બહેન બંને જઈ રસી મૂકાઈ આવ્યા.  તે સિવાય તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે