રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લાંચિયા અધિકારીઓ આવ્યા ACBના સકંજામાં, કેટલા થયા ફરાર? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 14:35:25

રાજયના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી ઓફિસોમાં લાંચ આપ્યા વિના સામાન્ય માણસનું કોઈ કામ થતું નથી. ACBના તમામ પ્રયત્નો છતાં રાજ્યમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં આવેલી જાણકારી દ્વારા પણ આ સત્ય સામે આવ્યું છે. 


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો સવાલ


રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સરકારને ભ્રષ્ટ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ પુછ્યો હતો. તેમણે પ્રશ્ન પુછ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા વર્ગ 1,2,3ના અધિકારીઓ સામે કેલા ગુના નોધવામાં આવ્યા હતા. ગુના આધારે આરોપીઓની કુલ સંખ્યા કેટલી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ACB દ્વારા કેટલાં ગુનેગારો હજુ પકડાયા નથી તે અંગે પણ પેટા પ્રશ્ન કર્યો હતો.


સરકારે આપ્યો આ જવાબ


ધારાસભ્ય ચિરાગ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ષ 1 થી માંડિને વર્ષ 4 સુધીના કર્મચારી અને અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિભાગની કામગીરી અંગેની જાણકારી આપી હતી.સરકારે જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં 173 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 287 આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો હતો. વર્ષ 2022માં 176 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 254 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. બે વર્ષમાં ACB દ્વારા 31 આરોપીઓને પકડવાના બાકી છે. ACB દ્વારા બે વર્ષમાં વર્ગ-1 ના 17 અને વર્ગ-2ના 58 વર્ગ-3ના 259 કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ગ 4ના 14 અને 192 વચેટિયા સામે ગુનો નોધવામાં આવ્યો છે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.