વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે ભાજપને ફટકો, 4 ઉમેદારોની જીત હારમાં ફેરવાઈ


  • Published By :
  • Published Date : 2022-12-09 20:26:29

દરેક વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી સમીક્ષકો દરેક પાર્ટીને મળેલા વોટ શેર અને NOTAને મળેલા મત અંગે ચોક્કસ ચર્ચા કરે છે. આ વખતે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, ભાજપે 156 બેઠકો જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપનો વોટશેર પણ 50 ટકાથી પણ વધુ છે. જો કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે નોટાના કારણે ભાજપને આ વખતે સૌથી વધુ નુકસાન થયું છે. 


ભાજપને NOTAથી ફટકો


EVM મશીનમાં રહેલું  NOTA (None of the Above)નું બટન ખુબ મહત્વનું છે. જો કે રાજકીય પક્ષોના નેતાઓને તેનાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. નોટાના કારણે નેતાઓની જીત, હારમાં ફેરવાઈ જતી હોય છે. જેમ  કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોની જીત હારમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ઉમેદવારોમાં ખેડબ્રહ્મા સીટથી ભાજપના ઉમેદવાર અશ્લિન કોટવાલ, સોમનાથથી મોહન સિંહ પરમાર, ચાણસ્માથી દિલીપ ઠોકોર, અને દસાડાથી પી કે પરમારનો સમાવેશ થાય છે.  ભાજપના ચારેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ છે, એટલે કે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે તેનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના આ મત ભાજપની તરફેણમાં પડ્યા હોત તો ભાજપના ઉમેદવારો સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપે પણ 156ને બદલે 160 સીટ જીતવાનો રેકોર્ડ બન્યો હોત.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે