'બાપુ' જોડાય કે ન જોડાય પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસમાં કરી ઘરવાપસી


  • Published By :
  • Published Date : 2022-10-28 13:01:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ  રાજકીય પક્ષોએ નેતાઓનો ભરતી મેળો શરૂ કર્યો છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જો કે કોંગ્રેસે આજે માસ્ટર સ્ટ્રોક મારીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.  પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના અગ્રણી ક્ષત્રીય નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યલય પહોંચી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાંજોડાઇ ગયા છે.


મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં એન્ટ્રી કરી 


પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા. પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામું ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં સક્રિય થઇ રહ્યા છે. 


શું મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે?


કોંગ્રેસમાં જોડાતા જ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે નફરતની રાજનીતિ ખતમ કરવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ત્યારે મેં જગદીશભાઈ સામે પ્રસ્તાવ મૂક્યો કે મારે ફરીથી કોંગ્રેસમાં કામ કરવું છે. અમે લગભગ 15 વર્ષ સાથે કામ કર્યું છે. આગામી સમયમાં મારી ભૂમિકા જગદીશભાઈ અને ગુજરાતની ટીમ કહેશે એ રીતે હું કામ કરીશ. મારે ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રદેશ કમિટી નક્કી કરશે. હું ભાજપમાં જોડાયો પછી એકપણ દિવસ કોઈ કાર્યક્રમમાં ગયો હોય તો બતાવો, પ્રદેશ ઓફિસ ગયો હોય તો બતાવો. મારું મન અહીંયા હતું, મારું મન ન માન્યું કે મારે ભાજપમાં વધારે કામ કરવું જોઈએ એટલે તરત જ મેં છોડી દીધું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે