ભાજપની આંધીમાં કોંગ્રેસના 41 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-09 21:48:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો એટલા મોટા માર્જિન સાથે વિજયી થયા છે કે મોટા પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. ભાજપની આ પ્રચંડ જીતના કારણે આમ આદમી પાર્ટીના 181માંથી 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના 41 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારોને ડિપોઝીટ પણ ગુમાવવી પડી છે. 


કયા જાણીતા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી


અમી યાજ્ઞિક


મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા  2.57 લાખ મતોમાંથી માત્ર 8.3 ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત 6.3 ટકા મત મળ્‍યા હતા.


મધુ શ્રીવાસ્‍તવ 


વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છ વાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા 1.82 લાખ મતોમાંથી માત્ર 8 ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને 10.3 ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.


આપના પી.બી. શર્મા


મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી 1.33 લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા 1.63 લાખ મતમાંથી 10.24 ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને  5.81 ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.


8 બેઠકો પર ભાજપને 75 ટકાથી વધુ મત 


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં 34  બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 75 ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 60થી 74 ટકા મત મળ્‍યા છે. 


કોંગ્રેસને ક્યાં સૌથી વધુ અને ઓછા મત 


કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે આ સીટ જાણીતા આદિવાસી નેતા અનંત પટેલે જીતી છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને 52.5 ટકા મત મળ્‍યા હતા,જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર  2.41 ટકા મત મળ્‍યા હતા. 


ચૈતર વસાવાને મળ્યા સૌથી વધુ મત


આપને સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યા હતા આ સીટ પર આપના ઉમેદવાર ચૈતર વસાવા જીત્યા છે. અહીં આપને 55.8 ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર  0.13 ટકા મત મળ્‍યા છે.


નોટામાં કેટલા મત પડ્‍યા?


આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, 2017ની ચૂંટણી કરતાં લગભગ 50,000  ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર 1700 વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.


ઉમેદવાર ડિપોઝીટ ક્યારે ગુમાવે છે?


વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર રકમ ડિપોઝીટ સ્વરૂપે આપવાની રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા કુલ મતોમાંથી 16.67 ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .