ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ અધધધ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ


  • Published By :
  • Published Date : 2022-11-07 18:10:56

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે. 


બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા 


રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચના અંદાજ મુજબ આ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પાછળ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગુજરાત સરકારે તેના 2022–23ના બજેટમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજીત 387 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે સરકારે ત્યારે બજેટમાં માત્ર 250 કરોડ જ ફાળવ્યા હતા. તે જ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણીમાં અનુમાનિત બજેટ ફાળવણી 175 કરોડ રૂપિયા કરતા ચૂંટણી ખર્ચ વધું થયો હતો. 


શા માટે ખર્ચ ચૂંટણી ખર્ચ વધ્યો?


વિધાન સભાની ચૂંટણી બે તબક્કામાં થવાની હોવાથી સ્ટાફનું મહેંતાણું, લોઝીસ્ટીક અને વાહન ખર્ચ, મતમથકો અને પોલીંગ બુથની સંખ્યા વધવાથી ચૂંટણી ખર્ચ વધે તેવું અનુમાન છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે