ચૂંટણીના પડઘમ: ભાજપે શરૂ કરી ગૌરવ યાત્રા, રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાએ લીલી ઝંડી બતાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 11:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના નેતાઓએ કમર કસી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. ભાજપના નેતાઓ પણ આ વાસ્તવિક્તાથી સારી રીતે વાકેફ હોવાથી કોઈ જોખમ લેવા માંગતા  નથી. ભાજપ તેની જુની સ્ટ્રેટેજીનો અમલ કરતા ગૌરવ યાત્રા કાઢશે. પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં બહુચરમાતાનું મંદિર છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડાએ આજે આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવી.


ભાજપના કયા નેતાઓ જોડાશે યાત્રામાં


પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક ગૌરવ યાત્રાને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ ગૌરવ યાત્રામાં જોડાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ગૌરવ યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.


ગુજરાતના કયા વિસ્તારમાં ફરશે યાત્રા


પાર્ટીના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.


ભાજપના આ ગૌરવ યાત્રા દરમિયાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે. આ યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં આદિવાસી પ્રભુત્વ છે. આદિવાસી બહુલ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે