લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા કેમ રોકવામાં આવ્યા? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-01 15:16:25

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જો કે કેટલાક મતદાતાઓ એવા પણ છે જે તેમનું ઓળખ કાર્ડ વગર જ મતદાન કરવા પહોંચી જતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. જેમ કે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી આજે મતદાન કરવા રાજકોટ ગયા હતા પણ તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઓખળનો પુરાવો ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.


સમગ્ર ઘટના શું બની હતી?


મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને રાજકોટમાં મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડ કે વોટર કાર્ડની હાર્ડ કોપી ન હતી. મતદાન પથક પર ફરજ બજાવતા અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગતા આધારકાર્ડની હાર્ડ કોપી ન હોઇ તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કરતા તેઓ મતદાન કરી શક્યા હતા.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.