દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે સંપત્તી, વ્યવસાય અને ફોજદારી કેસ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-27 20:28:24


મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી છ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે તેમના ઉમેદવારી ફોર્મની સાથે એફિડેલિટમાં સંપત્તી, બિઝનેશ અને લાયાબિટીઝ અંગે જાહેરાત કરી છે. જો કે કોર્ટ કેસ અંગે કોઈ માહિતી આપી નથી. 



વ્યવસાય અને સંપત્તી


જંગમ સંપત્તિ: રૂ. 5.67 કરોડ (મધુ શ્રીવાસ્તવે, તેમની પત્ની અને બે આશ્રિત બાળકોની કુલ સંપત્તી જાહેર કરી છે)



જંગમ સંપત્તિ 


રૂ. 5.67 કરોડ (સંપત્તિમાં તેમની પત્ની અને બે આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે)


સ્થાવર અસ્કયામતો


સ્થાવર અસ્કયામતોઃ  રૂ. 3.87 કરોડ (વડોદરા અને નર્મદામાં કેટલીક ખેતીની જમીનના પાર્સલ; બિનખેતીની જમીનના પાર્સલ; વડોદરામાં બે કોમર્શિયલ જગ્યાઓ) તે ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં એક હોટેલ અને રહેણાંક પ્લોટ/રહેઠાણ. જાહેર કરાયેલી સંપત્તિમાં તેમની પત્ની અને પુત્રીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મધુ શ્રીવાસ્તવે રૂ. 10.98 લાખની જવાબદારીઓ (લાયાબિલીઝ)ની પણ જાહેરાત કરી છે.  



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.

રાજકોટ કોંગ્રેસના નેતાએ એક ટ્વિટ કરી હતી જેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરતમાં જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં બનતા બનતા રહી ગઈ તેવો ઉલ્લેખ કોંગ્રેસનેતાએ ટ્વિટ કરી હતી.

જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.