લ્યો બોલો, ગુજરાતમાં ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-22 18:05:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે થોડા દિવસે બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગુજરાતના મતદારોને એક દિવસની પેઈડ રજા મંજૂર કરી છે.


મહારાષ્ટ્ર સરકાર શા માટે રજા આપી?


ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્ર સરકારે શા માટે રજા આપી તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે એક દિવસની પેઇડ રજાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના મતદારો, કે જેઓ અહીં મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે, તેઓ પડોશી રાજ્યમાં આગામી ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક દિવસની પેઇડ રજાનો લાભ લઈ શકે છે. 


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ગુજરાતી મતદારોને મોટી રાહત આપી છે. આ નોટિફિકેશનના આધારે નાસિક, પાલઘર, ધુલે અને નંદુરબાર જેવા સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને આ છૂટ આપવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કામ કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે લોકતંત્ર માટેના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં કોઈપણ નાગરિક મતાધિકારનો ઉપયોગ કર્યા વિના બાકી ના રહી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે