ગુજરાતની લઘુમતી પ્રભુત્વવાળી બેઠકો પર અપક્ષ મુસ્લિમ ઉમેદવારોનો રાફડો


  • Published By :
  • Published Date : 2022-11-24 13:53:46

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે  ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોવાથી ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારો પણ મહત્વના છે. રાજ્યમાં 11 ટકા મુસ્લિમ મતદારો છે. રાજ્યની કેટલીક સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ખુબ ઓછા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી, કોંગ્રેસે 6, AAPએ 3 અને AIMIMએ 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. જો કે આ વખતે અપક્ષ મુસ્લિમ ઉમેદારોનો જાણે રાફડો ફાટ્યો છે. મુસ્લિમ પ્રભુત્વવાળી સીટો પર મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદાવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  


લિંબાયત વિધાનસભા બેઠક


સુરત જિલ્લાની લિંબાયત વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદારોને પુષ્કળ સમસ્યાનો સામનો કરવો પડે છે. લિંબાયત વિધાનસભા સીટના કુલ મતદારોમાં 27%  મુસ્લિમ મતદારો છે. લઘુમતી સમુદાય પાસે 36 જેટલા મુસ્લિમ ઉમેદવારોમાંથી પસંદ કરવાનો વિકલ્પ છે. આ બેઠક પરથી મેદાનમાં રહેલા કુલ 44 ઉમેદવારોમાંથી લઘુમતી પ્રતિનિધિત્વ 80%થી વધુ છે.


બાપુનગર બેઠક


અમદાવાદનો બાપુનગર વિસ્તારમાં નોંધપાત્ર મુસ્લિમ વોટ શેર ધરાવતી બેઠક છે. જો કે આ વિધાનસભાની સીટ પરથી કુલ 29 ઉમેદવારોમાંથી, 10 મુસ્લિમ ઉમેદવારો છે; આ બેઠક પર 28% મુસ્લિમ મતો છે. વર્ષ 2012 ના સીમાંકન પછી કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટ્યા છે.


વેજલપુર સીટ


તે જ પ્રકારે વેજલપુર સીટ પર પણ મુસ્લિમ મતદારો પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તારના જુહાપુરામાં 35 ટકા મુસ્લિમ મતદારો છે.  આ વખતે વેજલપુર વિસ્તારમાં 15 ઉમેદવારોમાંથી 9 મુસ્લિમ ઉમેદવારો છે. આ તમામ મુસ્લિમ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.   


સુરત (પૂર્વ) સીટ


સુરત (પૂર્વ)ની જ વાત કરીએ તો કોંગ્રેસના અસલમ સાયકલવાલાને તેમના જ મુસ્લિમ સમુદાયમાંથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે કુલ 14 ઉમેદવારોમાંથી 12 મુસ્લિમ છે. આ સીટ પર 22% મુસ્લિમ વોટ છે.


દરિયાપુર સીટ


અમદાવાદના દરિયાપુર મતવિસ્તારમાં 46% મુસ્લિમ મતદારો છે. આ સીટ પર કુલ સાત સ્પર્ધકોમાંથી પાંચ મુસ્લિમ છે. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે આ સીટ 2017માં 5000થી ઓછા વોટથી જીતી હતી.


જમાલપુર-ખાડિયા સીટ


જમાલપુર-ખાડિયામાં મુસ્લિમ બહુમતી મતદારો છે, જ્યાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા તેમની બીજી ટર્મની માટે લડી રહ્યા છે. તેમની સામે સાત હરીફો મેદાનમાં છે, જેમાંથી ચાર મુસ્લિમ છે. 


વાગરા સીટ


ભરૂચની વાગરા સીટ પર કુલ નવમાંથી છ મુસ્લિમ ઉમેદવારો છે. ભાજપે વાગરા સીટ 14 હજાર મતોથી જીતી હતી, આ બેઠક પર કોંગ્રેસે સુલેમાન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.


ગોધરા અને ભુજ


મુસ્લિમ મતદારોની દ્ર્ષ્ટીએ ગોધરા અને ભુજ જેવી બેઠકો છે પણ જ્યાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી, જો કે અહીં પણ મુસ્લિમ સમુદાયના મતો મહત્વપૂર્ણ છે. ભાજપના સી કે રાઉલજીએ 2017 માં 258 મતોના પાતળા માર્જિન સાથે ગોધરા જીતી હતી. આ વખતે પણ બંને બેઠકો પરના દરેક 10 ઉમેદવારોમાંથી અડધા મુસ્લિમ છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.